જીવનમંચ પર માનવ કરે અભિનય !
જીવનમંચ પર માનવ કરે અભિનય ! અહીં સત્યને ભૂલી ,મિથ્યાને દર્શાવાય. કોઈ દુઃખ છુપાવે, કોઈ સુખને સજાવે, ચહેરા પરના હાસ્ય પાછળ રુદન સંતાડે! કોઈ સુખના સરનામે અશ્રુઓ છલકાવે, કોઈ અશ્રુઓના આંગણે ખુશી દેખાડે ! એક કે એકાધિક પાત્રનું કરે અભિનય, ના જાણે કોઈ કલા છતાં કરે અભિનય ! સંબંધોનું તો અહીં વિસ્મરણ થાય, લાગણીઓનું પણ મૂલ્ય ના સચવાય ! મુખોટું પહેરી અહીં અસલતા છુપાવાય, જીવનમંચ પર અકારણ થાય અભિનય ! 'યારા' અરીસામાં જોશે એ પોતાનો ચહેરો, "હું"ને શોધશે પણ "હું" ક્યાંય નહિ દેખાય ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 (૧૧/૦૩/૨૦૨૫)