[theme_section_hidden_section.ReportAbuse1] : Plus UI currently doesn't support ReportAbuse gadget added from Layout. Consider reporting about this message to the admin of this blog. Looks like you are the admin of this blog, remove this widget from Layout to hide this message.
બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે , બધાએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું...."
આ સંભાળતા જ કરણ ડરી ગયો, એને પોતાની માતાને કહ્યું," માં, શું આ વાવાઝોડું ઘણું જ ખતરનાક છે ?
તેની માતા મીરાએ કહું,' હા બેટા, પણ કોઈ પણ વાવાઝોડું આપણા મનોબળ થી મજબૂત નથી હોતું. ભલે એ ખતરનાક હોય પણ આપણે જો મજબૂત મનોબળ રાખીશું તો આ વાવાઝોડા સામે પણ આપણી જ જીત થશે.
મીરા NDRF માં કામ કરે છે, એને તો આ વાવાઝોડાની વચ્ચે પણ જવું પડશે, લોકોની મદદ માટે...એટલે તેનો દીકરો કરણ એને ના કહે છે… પરંતુ તેના પિતા તથા માતા તેને સમજાવે છે, અને કંઈ જ નહિ થાય એવું આશ્વાસન પણ આપે છે.
ખરો સમય તો હવે શરૂ થાય છે, મીરાના નેતૃત્ત્વ હેઠળ NDRF ની ટીમ વાવાઝોડા સામે બચાવ કાર્યની યોજના બનાવે છે. મીરા આનું નેતૃત્ત્વ કરી રહી છે, ટીમના કેટલાક સભ્યો પણ ડરી ગયા છે, કારણ કે , આવું ખતરનાક વાવાઝોડુ આજ સુધી આવ્યું જ નથી ! મીરા તેમને "ડરવાનું નથી, આપણે મક્કમ રહેવાનું છે, કોઈપણ વાવાઝોડુ આપણાથી શક્તિશાળી નથી. માન્યું કે આ વાવાઝોડુ ખતરનાક છે અને આજ સુધીનું સૌથી ભારે પણ, પરંતુ આપણે મજબૂત મનોબળ રાખીને આ વાવાઝોડા સામે લડવાનું છે ! " એમ કહે છે.
અંતે એ સમય આવી ગયો, હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે વાવાઝોડુ પણ ત્રાટક્યું. પવનની ગતિ ઘણી જ વધારે હતી, કદાચ કોઈ ઓછા વજનવાળું માણસ તો એ પવનની ઝપેટમાં આવી જાય ને તો તેને પવન એની સાથે જ લઈ જાય ! આવા વાવાઝોડા સામે ટકવું કોઈ સામાન્ય માણસ માટે તો શું અડીખમ ઉભેલા વૃક્ષો માટે પણ મુશ્કેલ છે, આ વાવાઝોડાં સામે કેટલાય વૃક્ષોએ સમર્પણ કરી દીધું, કેટલાય ઘાયલ થયા, તો કેટલાય મૃત્યુ પામ્યા !
ધીરે ધીરે વાવાઝોડું ઓછું થતું ગયું ,આટલું ખતરનાક વાવાઝોડું જેને કેટલાય વૃક્ષોને, કેટલીય ઈમારતોને,મકાનોને…નુકસાન પહોંચાડ્યું, કદાચ બધાએ પહેલીવાર જોયું હશે આવું વિનાશકારી વાવાઝોડું !
પણ આ બધાની વચ્ચે NDRF દ્વારા વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. આ સાહસભર્યું કાર્ય NDRFની ટીમ દ્વારા પૂર્ણ થયું.
બ્રેકિંગ ન્યૂઝ " વાવાઝોડાનું સંકટ હવે ટળી ગયું છે. ચોતરફ હવે વાવાઝોડા બાદ મીરાના નેતૃત્ત્વ હેઠળની મહીલા NDRFની ટીમના આ સાહસભર્યા કાર્યની પ્રશંસા થઈ રહી હતી. આપની સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, મીરાબહેન.
NDRF નું આ બચાવ કાર્ય ઘણું જ મુશ્કેલ હતું, કદાચ આવું વાવાઝોડું કોઈએ પણ પહેલા નહિ જ જોયું હોય ! જે વાવાઝોડા સામે કોઈ પણ ન ટકી શક્યું એવા વાવાઝોડા સામે મીરાબહેન અને એમની ટીમ મક્કમતાથી એ વાવાઝોડાનો સામનો કર્યો, ન કેવળ માણસોને આ મુસીબતમાંથી બહાર નીકળ્યાં પરંતુ તેની સાથે પ્રાણીઓને પણ બચાવ્યાં. આ સાહસભર્યા કાર્ય માટે અમે સૌ આપનો આભાર માનીએ છીએ,મીરાબહેન.
હું તમને એક પ્રશ્ન પૂછું છું મીરાબહેન , તમે આટલા ખતરનાક, વિનાશકારી વાવાઝોડાં સામે કેવી રીતે ટકી રહ્યા ? જેની સામે કેટલાય વૃક્ષોએ, ઇમારતો, મકાનોએ સમર્પણ કરી દીધું, એની સામે તમે કેવી રીતે ટકી શક્યા ?
મીરાબહેને કહ્યું," કોઈપણ વાવાઝોડું આપણાથી મોટું હોય જ ના શકે ! જો આપણે મનોબળ મજબૂત રાખીશું તો આપણને સફળતા અવશ્ય મળશે જ. આ દુનિયામાં એવું કંઈ જ નથી જેને આપણે જીતી ના શકીએ, બસ જરૂર છે તો ફકત મજબૂત મનોબળની. કોઇકે કહ્યું છે ને,
"કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો ;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો "
લેખક:
યાજ્ઞિક રાવલ